હરીશ પવાર
શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં જાળીયા ખાતે શ્રાવણ માસ નિમિત્તે ચાલી રહેલા યજ્ઞ માં આજે ડંત્યાગણનો દર્દીઓને લાભ મળ્યો જેમાં સિહોર તા.ના અમરગઢ ખાતેની કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ દ્વરા અહીં યોજાયેલ દંતયજ્ઞ માં તબીબો શ્રી મનદીપસિંહ ગોહિલ શ્રી અવનીબેન રિજવાની તથા શ્રી મયુર મિશ્રા અને સાથીદારો દ્વારા દાંત ના દર્દીઓ ની તપાસ નિદાન સેવા થઈ હતી. જાળીયા ગામના ઉપ સરપંચ શ્રી અરવિંદ ભાઈ રાઠોડ ચંદુભાઈ પંડ્યા સાથે શિવકુંજ આશ્રમ ના સેવકો સાથે રહ્યા હતા તેમજ કાર્યક્રમ નું સંચાલન મુકેશકુમાર પંડિતે કરેલ