હરીશ પવાર
સિહોરના સોનગઢ પોલીસ અધિકારી રાણા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સણોસરા નજીક ક્રિષ્ના હોટલ પાસેથી એક શંકાસ્પદ ઈન્ડિગો કાર પસાર થતા જેમને પોલીસે અટકાવી તલાશી લેતા જેમાં પેટ્રોલીંગમાં રહેલ પોલીસને ૨ બોટલ વિદેશી દારૂ હાથ લાગ્યો હતો જેમાં ધર્મેન્દ્રસિંહ માલપરા વાળાની અટકાયત કરીને વધુ પુછપરછ કરતા સણોસરાના અવાવરું પ્લોટ માંથી વધુ ૨૪ બોટલ દારૂની હાથ લાગી હતી જેનો પોલીસે કબજો લઈ વિદેશી દારૂની બોટલો કાર મોબાઈલ રોકડ રકમ સહિતના અંદાજે ૮૫ હજારનો મુદામાલ કબ્જે કરીને ધર્મેન્દ્રસિંહ માલપરા વાળા સામે પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી છે