સિહોરનો યુવાન સણોસરા નજીક બાઈક લઈ પસાર થતા કાળમુખા ટ્રેલરે હડફેટ લેતા યુવાને જીવ ખોયો
બ્રેકીંગ ન્યુઝ..સમી સાંજના ૭..૧૦ કલાકે..બ્રિજેશ ગૌસ્વામી

સિહોરના ખાટકીવાડ વિસ્તારમાં રહેતા ઇલ્યાસ પરમાર નામના યુવકનું સણોસરા પાસે અકસ્માત થતા જીવ ગુમાવ્યો છે બનાવને લઈ ભારે અરેરાટી વ્યાપી છે સિહોરના ખાટકીવાડ વિસ્તારમાં રહેતા ઇલ્યાસ પરમાર જેઓ ધંધા અર્થે બાઈક લઈને ભાવનગર રાજકોટ હાઇવે સણોસરા નજીકથી પસાર થતા વેળાએ કાળમુખા ટ્રકે યુવાન ઇલ્યાસને બાઈક સાથે હડફેટ લેતા જેઓનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવને લઈ સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા અને મૃતક ઇલ્યાસને પીએમ માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ બનાવ અંગે સોનગઢ પોલીસે વધુ હાથ ધરી છે.