
મિલન કુવાડિયા
ઐતિહાસિક સિંહપુર સિહોરનાં ડુંગરોએ મેધાના હેતમાં ભીંજાયને લિલિ ચાદર ઓઢિ લીધી છે સિહોરની આસપાસ આજુબાજુ ફરતે ડુંગરો આવેલા છે.જે રાજાશાહિ વખતના હોવાનું કહેવાય છે.આ વર્ષે પુરતા વરસાદ ને કારણે કુદરત મહેરબાન થયો છે અને સિહોર ની ચારેય બાજુ લીલીછમ હરિયાળી પથરાય છે ત્યારે અમારી શંખનાદ કાર્યાલયથી સમી સાંજના સમયે સંચાલક મિલન કુવાડિયા દ્વારા કેમેરામાં કંડારેલી તસ્વીરમાં અદ્ભૂત આહલાદક અને નયનરમ્ય નજારો દેખાઈ રહ્યો છે ઐતિહાસિક ધરતીમાં વર્ષો પછી આ નજારો જોવા મળે છે જેને માણવાનો રોમાંચ કઈક અલગ છે આ નજારો આકર્ષિત સાથે પ્રફુલ્લિત પણ કરી દે છે