શાળા કોલેજો મોલ જાહેર સ્થળો પર વિજય વ્યાસ અને ટીમનું સઘન ચેકીંગ, જાહેરનામાંનો ભંગ કરનાર સામે કાર્યવાહી

હરેશ પવાર
કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં કહેર મચાવીને રાખી દીધો છે સમગ્ર રાજ્યમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે જેના પગલે સિહોરનું પાલિકા તંત્ર મેદાને પડ્યું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્ર જાહેરનામાની અમલવારી ને લઈ સિહોર નગરપાલિકા ચીફઓફીસર બરાળની સૂચનાને લઈ શોપ ઇન્સપેક્ટર વિજય વ્યાસ, જયકુમાર મકવાણા, સુનિલ ગોહેલ, ધર્મેન્દ્ર ભટ્ટ, સહિત ની ટીમ દ્વારા જાહેરનામા મુજબ શેક્ષણિક સસ્થાઓ, શાળા, કોલેજ, આઈ.ટી.આઇ, પોલીટેકનિલ, ટ્યુશન કલાસ, કોચીગ ક્લાસ, આંગણવાડી, થિયેટરો, નાટ્યગૃહ, સ્નાનગૃહ, મોલ, વગેરે જ્યાં લોકો નો સમુહભેગો થતો હોય.

એવી તમામ સંસ્થાઓ અને જગ્યાએ બંધ રાખવાના આદેશ પગલે પાલિકાની ટીમ દ્વારા ચુસ્તપણે રૂબરૂ જઇ તપાસ હાથ ધરી હતી..પણ સરકારના ચુસ્તપણે ના હુકમ ને સસ્થાઓ દ્વારા અમલવારી કરવામાં આવી હતી..અને આવતા દિવસોમાં પણ સતત પાલિકા દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાશે.જો.કોઈ જાહેરનામાં નો ભંગ કરનાર સામે કલેકટરને આ અંગે જાણ કરવામાં આવશે અને જેઓની સામે કાર્યવાહી હાથ ધરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here