કેમ વારંવાર આક્ષેપો થાય છે..કેમ કોઈ બોલનારું નથી..પોસાઇ તો કામ કરોને શુ લેવા લોકોને લૂંટવાના ધંધા આદર્યા છે..સરકારનું કામ છે સરકાર કરશે..તમે શું કામ સરકાર બદનામ થાય તેવું કાર્ય કરો..તંત્ર પણ બેજવાબદાર
મુકેશ જાની ફરી વિફર્યા..કહ્યું સરકારની નીતિ રીતિ અને યોજનાની ગાઈડ લાઈન પ્રમાણે આવાસ યોજનામાં કામો થતા નથી અમારે ના છૂટકે આંદોલન કરવું પડશે..હવે તો સમજો..અહીં સરકારની આબરૂ લીલામ થઈ રહી છે

હરીશ પવાર
સરકારનો હેતુ અને પ્રજાલક્ષી નિર્ણયને આપડે સૌ એ આવકારવા પડે અને સારું હોઈ તેને સારું કહેવું પડે સરકારની એક સરસ અને સારી યોજના..આવાસ યોજના..સમગ્ર રાજ્યમાં એક પણ માણસ કે પરિવાર વિહોણો ન રહેવો જોઈએ..આ હેતુ અને વિચારને વિજયભાઈ રૂપાણીની સરકારને સેલ્યુટ કરવા પડે પરંતુ સ્થાનિક લેવલ પર આ યોજના ખિસ્સા ભરવાની બની ગઈ છે આવાસ યોજનાઓમાં વારંવાર કૌભાંડોની બુમો ઉઠવા છતાં નેતાઓ અને અધિકારીઓ માટે સબકા સાથ સબકા વિકાસ બની રહેતા આવાસ યોજનામાં કૌભાંડોની હારમાળા સર્જાઈ રહી છે અને મોટી ગેરરીતિ થઈ રહી છે ત્યારે વિપક્ષના મુકેશ જાની ફરી વિફર્યા છે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તંત્ર પણ તપાસના નામે વારંવાર આ યોજનામાં ઠંડુ પાણી રેડીને પાર દેવામાં સફળતા મેળવે છે પરંતુ આ મામલે હવે નગરજનોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે ફરી મુકેશ જાની મેદાને આવ્યા છે અને કહ્યું છે આવાસ યોજનામાં ફરી ગાઈડ લાઈન પ્રમાણે કામો થતા નથી..લોકોને જાણકારી આપવામાં આવતી નથી.. લોકોને પ્લાન મંજુર કરાવવા વારંવાર ધક્કા ખવરાવાઇ છે..લાભાર્થી પાસેથી પાંચ દસ હજારની રકમો પડાવવામાં આવે છે.. એન્જીનીયરો પૈસા લઈ રહ્યા છે..આવું બહુ બધું ચાલતું હોવાનું વિપક્ષના મુકેશ જાનીનું કહેવું છે…અને ફરી આંદોલન માટેનું શસ્ત્ર મુકેશ જાનીએ ઉગામયુ છે અને આ મામલે લડતના એંધાણ આપ્યા છે..અહીં સવાલ એ છે કે સરકાર બદનામ થાય તેવું કાર્ય અહીં થઈ રહ્યું છે વારંવાર પૈસા લેવાતા હોવાના આક્ષેપ પરંતુ નેતા કે અધિકારીઓન પેટનું પાણી હલતું નથી પોસાય અને પરવડે તો જ કામ કરોને બાકી મુકો ન બધી માથાકૂટ..ના પણ અહીં ખિસ્સા ભરવાનો ધંધો ધોમ-ધોકાર ચાલુ છે..કોઈ બોલનારું કે કોઈ કહેનારૂ નથી..લૂંટૉ..ભાઈ..લૂંટો.. અહિતો બોડી બમણીનું રાજ ચાલે…