નાયબ કલેકટરશ્રી ગોકલાણી સહિત રન ફોર યુનિટીમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ તેમજ નાગરિકો અને સ્થાનિક રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા

લોકોના મનમાં એકતારૂપી જ્યોત જગાવશે એકતા દોડ – નાયબ કલેકટરશ્રી ગોકલાણી

હરેશ પવાર
ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિવસ નિમિત્તે સરકાર દ્વારા “રન ફોર યુનિટી” કાર્યક્રમ આજે સવારે 6-30 કલાકે સિહોરના ટાઉનહોલ ખાતેથી પ્રસ્થાન કરી મરજીહોલ અમદાવાદ રોડ વિસ્તાર ફરીની ટાઉનહોલ ખાતે પૂર્ણ કરી રન ફોર યુનિટીની દોડ પુરી કરવામાં આવી હતી આજે સરદાર પટેલ જન્મ જ્યંતી અને રાષ્ટ્રીય એકતા દિવસને લઈ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નાયબ કલેકટરશ્રી ગોકલાણીની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતા સહિતના શપથ લીધા હતા તેમજ અધિકારીશ્રી ગોકલાણી દ્વારા સરદાર સાહેબ તેમજ યુનિટી અંગેની રસપ્રદ માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન અને આયોજન નગરપાલિકા ચીફ ઓફિસર બરાડ દ્વારા કરવામાં આવ્યું હતું અહીં નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નગર પાલિકાના વિજય વ્યાસ અને સુનિલ ગોહિલે ભારે જહેમત ઉઠાવી હતી રન ફોર યુનિટીમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ તેમજ નાગરિકો જોડાયા હતા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here