શ્રી રાજેશ મહેતાએ ૧૭૫ મું અને અંતિમ રક્તદાન કર્યું


ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાનસફ્યુઝનના ઉપક્રમે સર ટી હોસ્પિટલ બ્લડ બેંક,સરકારી મેડીકલ કોલેજ ભાવનગર અને રોટરી કલબ ભાવનગર ગ્લોબલ ના યજમાનપદે શિવશક્તિ હોલ ખાતે શતક વીર રક્તદાતાઓ તથા નિયમિત રક્તદાન કેમ્પ આયોજકોના સન્માનનો કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમ અંતર્ગત આયોજિત રક્તદાન કેમ્પમાં શહેરના ભેખધારી રક્તદાતા શ્રી રાજેશ મહેતા એ પોતાના જીવનકાળ નું ૧૭૫ મું અને અંતિમ રક્તદાન કરેલ. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર અને જિલ્લાના ૧૦૦થી વધુ વખત રક્તદાન કરનાર ૧૨ જેટલા રક્તદાતાઓ તેમ જ નિયમિત કેમ્પ આયોજન કરતી ૧૨૦ જેટલી સંસ્થાઓને સન્માનિત કરવામાં આવેલ હતી. આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓ પૈકી ડો. રાજેન્દ્ર કાબરિયા એ અંગદાન ક્ષેત્રે ભાવનગર જિલ્લાના પ્રદાન બાબતે આંકડાકીય માહિતીઓ સાથે લોકોને અંગદાન અને દેહદાન ના મહત્વ પરત્વે જાગૃત કર્યા હતા. ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યકારો અને વક્તા ડો. ભદ્રાયુ વછરાજાની અને શ્રી ભાગ્યેશ જહા એ અત્યંત પ્રેરણાદાયી વાતો થકી ઉપસ્થિત સર્વેને રક્તદાન અને અંગદાન જેવી માનવસેવાની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો. હેમંત મહેતા, સર ટી હોસ્પિટલના અધિક અધિક્ષક ડો. ભરત પંચાલ, બ્લડ બેંકના ચેરમેન ડૉ. શૈલા શાહ, ઈન્ચાર્જ ડો. પ્રજ્ઞેશ શાહ, રોટરી પ્રેસિડેન્ટ અમિતાબેન શાહ વિગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરની જનતાએ બહોળી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને માણ્યો હતો.Attachments area

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here