
દેવરાજ બુધેલીયા
ગત રાત્રીના સમયે સિહોરના ઘાંઘણી ગામ નજીક સાવરકુંડલા થી અંબાજી તરફ જતી એસટી બસનું ટાયર અચાનક નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તમામનો ચમત્કારી બચાવ થયો હતો સલામત સવારી બસનું ટાયર નિકળી જતાં ખોરવાઇ હતી સલામત સવારી એસટી અમારી નું સૂત્ર લગાવેલ દોડતી બસો મોટા ભાગે ભંગાર હાલતમાં જોવા મળે છે ગઈરાત્રીના સિહોરના ઘાંઘળી પાસે બનેલી ઘટનામાં સદનસીબે એક મોટી દુર્ઘટના બનતા અટકી છે