
દેવરાજ બુધેલીયા
સિહોર સહિત પંથકમાં આજે સાંજના ૫ કલાકના સમયે એકએક વાતાવરણમાં પલટો થતા ભારે મેઘ વર્ષા થઈ છે છેલ્લા કેટલાક દિવસોથી કાયમ એન્ટ્રી આપીને હાજરી પુરાવતા મેઘરાજા સાંજે સાંજના સમયે સિહોર પર આજુબાજુ વિસ્તારોમાં ઓળઘોળ થયા છે અતિવૃષ્ટિની શક્યતાઓ વચ્ચે વરસતા વરસાદ આજે સાંજે સિંહોર પંથકમાં પાણી પાણી કરી ગયો છે ચારે બાજુ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે વીજળીના કડાકા ભડાકા અને ગાજબીજ વરસેલા વરસાદમાં આજુબાજુ વિસ્તારોમા પાણી ભરાયા હતા