સાંઢીડા અને ઝરીયા વચ્ચેના સિંગલ પટ્ટી રોડ પર આઇસર ટેમ્પામાં વિદેશી દારૂ હોવાની ચોક્કસ બાતમી આજે સવારે પોલીસ અધિકારી રાણા અને સ્ટાફને મળી અને કાફલો ત્રાટક્યો

સોનગઢ પોલીસ અધિકારી રાણા સાથે સીધી વાત, સાંઢીડાથી ઝરીયા જવાના સિંગલ પટ્ટી રોડ પર દારૂ ભરેલા વાહનો હાથ લાગ્યા છે, બે ઝડપાયા છે અને બે ફરાર, ફરાર થનાર બે સ્થાનીક હોવાની પોલીસને શંકા

સલીમ બરફવાળા
સિહોરના સોનગઢ પોલીસને આજે સવારે સણોસરા નજીકના સાંઢીડા અને ઝરીયા વચ્ચેના સિંગલ પટ્ટી રોડ પરથી આઇસર ટેમ્પો ભરીને વિદેશી દારૂ હાથ લાગ્યો છે જેમાં બે શખ્સો ની ધડપકડ કરી છે આજે વહેલી સવારે સોનગઢના પોલીસ અધિકારી રાણા અને સ્ટાફને બાતમી મળી કે સણોસરા પાસેના સાંઢીડા અને ઝરીયા વચ્ચેના સિંગલ પટ્ટી રોડ પર એક આઇસર ટેમ્પો વિદેશી દારૂથી ભરેલો પડ્યો છે પોલીસ અધિકારી રાણા અને સ્ટાફ તાકીદે બાતમી વાળી જગ્યા પર રેડ કરતા આઇસર ટેમ્પો અને સ્વિફ્ટ કાર માંથી પોલીસને મોટી માત્રમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો જેનો તાકીદે કબજો લઈ પોલીસ દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો જેમાં બે વ્યક્તિની ધડપકડ પણ કરવામાં આવી છે પોલીસ આઇસર ટેમ્પો સ્વિફ્ટ કાર પાંચ મોબાઈલ ૨૮૪૪ નંગ વિદેશી દારૂની બોટલ સાથે અંદાજે ૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે આ અંગે શંખનાદ દ્વારા સોનગઢ પોલીસ અધિકારી રાણાનો સંપર્ક કરાયો હતો જેમાં અધિકારીના કહ્યા મુજબ આજે સવારે પોલીસને બાતમી મળી હતી સાંઢીડા અને ઝરીયા વચ્ચેના સિંગલ પટ્ટી રોડ પર દારૂ ભરેલા વાહનો હતા બે કુલ ચાર શખ્સો હતા જેમાં બે ઝડપાયા છે અને બે નાસી જનાર સ્થાનિક હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે જોકે આ દારૂ ક્યાંથી આવ્યો છે ક્યાં જવાનો હતો કોને ડિલિવરી આપવાની હતી તેની તપાસ પોલીસ સઘન રીતે કરી રહી છે ત્યારે બનાવમાં પોલીસે પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here