સિહોર ડે. કલેકટર અને મામલતદારના આદેશના પગલે વરલનો માર્ગ ફરી પુન ધબકતો થયો

બે દિવસ પહેલા વરલના ખરાબ રસ્તા ના સમાચાર શંખનાદમાં પ્રસારિત થતા અધિકારીઓએ જે તે વિભાગને આદેશ કર્યા

લોકોની સમસ્યાઓ ને સારી રીતે સમજે છે સિહોર મામલતદાર કચેરીના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારીની જબરદસ્ત કામગીરી

સલીમ બરફવાળા
સિહોર તાલુકાના વરલ માર્ગે વરસાદ પડતાં જ બિસ્માર હાલત થઈ જાય છે. ખરાબ રસ્તાના લીધે અહીંથી પસાર થતા રાહદારીઓ ને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે.વરલ પાસે આવેલ નાળામાં ડાયવર્ઝન માં વરસાદ ના લીધે પાણી ભરાઈ જાય છે જેના લીધે ભારે હેરાનગતિ લોકોને થાય છે. આ સમાચારના અહેવાલો બે દિવસ પહેલા શંખનાદ સમાચાર પત્ર માં પ્રસારિત થયા હતા જે સમાચાર સિહોરના ડે. કલેકટર ને નજરે આવતાં તેમને લોકોની સમસ્યા ને ધ્યાનમાં લઈને નાળા ઉપર ના ડાયવર્ઝન ને તાત્કાલિક ધોરણે સરખો કરવાના આદેશ છોડી દીધા હતા. રાતો રાત સારું કામ કરાવી આપતા લોકોમાં ખુશીઓ જોવા મળી હતી. એટલે આ અધિકારી ની કામગીરી જોતા લાગે છે કે સારા અધિકારી પણ સરકારી કચેરીઓ માં ફરજ બજાવે છે. જે એસી ઓફિસમાં બેસીને પગાર ખાવામાં નહિ પરંતુ સતત લોકો ઉપર નજર રાખીને લોકોની પડતી સમસ્યાઓ ને તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં ધ્યાન આપે છે. આવા સિહોરના પ્રાંત અધિકારી અને મામલતદાર જેવા કર્મચારીઓ બધી કચેરીઓ માં હોય ને તો તો તાલુકા અને શહેરમાં લોકોને એક પણ સમસ્યાઓ નડે નહિ અને શહેરો ના વિકાસ થવામાં કોઈ રોકી શકે નહીં. ખરેખર આવા અધિકારી ને સલામ છે..ખરા અર્થમાં લોકો ના સેવક છે આ અધિકારીઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here