
ડીજે ના તાલ સાથે વિનાયક ગણપતિ ની શોભયાત્રા નીકળી
દર્શન જોશી
ભાવનગર માં દર વર્ષની માફક સતત આઠમા વર્ષે સિદ્ધિવિનાયક ગ્રુપ ઘોઘાસર્કલ દ્વારા ગણપતિ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 9.30 કલાકે ડીજે ના તાલ સાથે ગણપતિ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અહીં સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ નું આયોજન કરવામાં આવે છે સાથે જ નો પ્લાસ્ટિક અને યુવાનો માં રાષ્ટ્રીય ભાવના જગાડવા ના હેતુથી હરરોજ ભારત માતા પૂજન સાથે વંદે માતરમ નું ગાન કરવામાં આવે છે. ડીજે માં પણ સિદ્ધિવિનાયક ના યુવાનો દેશભક્તિ ના ગીતો ઉપર ખૂબ ઝૂમયા હતા. અહીં શોભાયાત્રા માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તા.2.9.19 થી 10.2.19 સુધી સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.