દર્શન જોશી
શહેરના ઇકો ફ્રેન્ડલી ગણપતિ એટલે સિદ્ધિવિનાયક ગ્રુપના ગણપતિ. ગણેશ ભક્તિ સાથે રાષ્ટ્રપ્રેમ ને ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે લોકોમાં જાગૃત કરવા માટે થઈને દેશભક્તિ અને ભારત માતા પૂજન ના કાર્યક્રમ ના આયોજન કરવામાં આવે છે. આરતી બાદ હરરોજ ભારત માતા નું વંદે માતરમ ગાન ગાવામાં આવે છે. દરવર્ષે ની માફક આ વર્ષે લોકોમાં સંદેશો અને જાગૃતિ લાવવા માટે ફિટ ઇન્ડિયા થીમ સિદ્ધિવિનાયક ગ્રુપ રાખવામાં આવ્યા હતા. હરરોજ ફિટ ઇન્ડિયા માંટે લોકોને સંદેશો આપવામાં આવતો હતો
ફિટ ઇન્ડિયા થીમ માટે વિશેષ અતિથી તરીકે ભારતની યોગ એમ્બેસેડર અને આંતરરાષ્ટ્રીય યોગ પ્લેયર જેને ભાવનગર નું નામ ઉજાગર કર્યું છે તેવી જાન્વી મહેતા એ સિદ્ધિવિનાયક ગ્રુપમાં પધારીને ઉપસ્થિત દર્શનાર્થીઓ અને ફિટ રહેવા માટે થઈને અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. તેને સ્ત્રીઓને ફિટ રહેવા માટે થઈને ઉપયોગી આસનો ની માહિતી આપી હતી સાથે જ કસરત અને તેની સાથે માનસિક રીતે પણ ફિટ રહેવા માટે થઈને યોગ ના આસનો નું માર્ગદર્શન આપ્યું હતું. તેને પોતાની વાતમાં કહ્યું હતું કે જે રીતે યોગ દિવસ શરૂ કરવામાં આવ્યું છે અને જેવો સારો પ્રતિસાદ દેશવાસીઓ દ્વારા મળ્યો છે તેવો જ પ્રતિસાદ ફિટ ઇન્ડિયા ને પણ મળે વધુમાં વધુ લોકો ફિટ ઇન્ડિયા થીમ માં જોડાઈને શરીર સ્વસ્થ રાખવા માટે થઈને આગળ આવે અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બને. બહાર ન દેશોની જેમ ફિટ રહેવા માટેની કસરતો ને જેમ જમવું જરૂરી છે તેમ કસરત ને પણ પોતાના રોજિંદી દિનચર્યા માં ઉમેરી રહે અને દેશને સ્વસ્થ્ય બનાવે. આ કાર્યક્રમ માં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આને આરતીનો લાભ લીધો હતો અને ફિટ ઇન્ડીયા માટેની ટિપ્સને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સંકલ્પ કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here