દેવરાજ બુધેલીયા
સિહોરમાં મહાકાળી માતાગી વેષભુષા (વેહ) શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વર્ષો જૂની પરંપરા મુજબ નિયત માર્ગો પર ફરી સ્મશાન સુધી જાય છે. સિહોરની વર્ષો જુની પરંપરા મુજબ શહેરમાં છ થી વધુ માતાજીનો સ્વાંગ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી નિકળે છે, જ્યારે આ સ્વાંગ શહેરના નિયત માર્ગો પર ફરી છે અને સ્મશાને જાય છે. આ પરંપરામાં માતાજી વેહ રસ્તા પર શોભાયાત્રા રૃપે પસાર થતો હોય ત્યારે ગૌમુત્ર છાંટીને રસ્તાઓને પવિત્ર બનાવવામાં આવે છે, અને રસ્તામાંથી પસાર થતા જ્યાં મેલડી માતાનું મંદિર કે હનુમાનજીનું મંદિર આવે તો ત્યાં શ્રીફળ વધેરવામાં આવે છે. તેમજ જ્યાં ચાર રસ્તા આવે ત્યાં ચાચર પુરવામાં આવે છે, એટલે કે કોઈ રસ્તામાં રહેલું મેલુ હોય તો તે લેતા જતા હોય છે, આ રીતે વેષભૂષામાં નીકળી ત્યારે કોઈને પણ વળગાટ કે કોઈ મોટી આફત, મુશ્કેલી હોય તેવા લોકો રસ્તા વચ્ચે સુઈ જાઈ છે બેસી જાય છે, અને તેના પર વેષભુષામાં તેના પરથી જાય ત્યારે તેનું મુશ્કેલી કે વ. લેતા જતા હોય છે. આ શોભાયાત્રા રૃપે મહાકાળી માતાનો સ્વાંગ સમગ્ર શહેરમાં ફરી ને સ્મશાન પહોંચીને ત્યાં વિધિ કરવામાં આવે છે. અને જીભ પર વાઢ પણ દેવામાં આવે છે. જ્યારે સિહોરમાંથી અલગ-અલગ વિસ્તારોનાં માતાજીના વેહ નીકળે ત્યારે લોકોની મોટી ભીડ લાગે છે અને દર્શનનો લાવો લે છે. માતાજીનો વેહ દશેરાના દિવસે વહેલી સવારમાં ૪ વાગ્યાથી શરૃ થઈ જાય છે. જે ૭ કલાકે સ્મશાન પહોંચે છે. અને ત્યાં બેસી વિધિઓ કરે છે. જે વર્ષોથી પરંપરા ચાલતી આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here