ગુંદાળા વિસ્તારમાં નરેશ બારૈયા ની દુકાન સામે હારજીત નો જુગાર રમાતો હતો: બાતમીના આધારે પોલિસ કાફલો ત્રાટકયો.

હરેશ પવાર રાત્રે..૮..૧૫ કલાકે
આ લખાય છે ત્યારે રાત્રે ૮..૧૫ વાગે અમારા સહયોગી હરીશ પવારે સિહોર પોલીસ મથક ખાતેથી મોકલેલી અખબાર યાદીમાં જુગાર ઝડપાયો હોવાની વિગતો મળી છે અખબાર યાદીમાં જણાવ્યા મુજબ સિહોર પોલીસના અર્જુનસિંહ, ગૌતમ રામાનુજ, રામદેવસિંહ, બીજલભાઈ જાગૃતિબેન સહિત સ્ટાફ ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમીયાન ગુંદાળા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને લઈ પોલીસ સ્ટાફ ગુંદાળા વિસ્તારમાં દોડી જતા નરેશ બારૈયાની દુકાન સામે હાર જીતનો ગોળ કુડાળુ વળી જુગાર રમતાં પાંચ જેટલાં શખ્સોને પોલીસે ૧૦. ૫૦૦ ના રોકડ સહિત મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી હાથધરી છે.
- ઝડપાયેલા ગેમ્બલરો નામ અહીં છે
- (૧) પંકજભાઈ રેવાભાઈ રાઠોડ
- (૨) લિલેષભાઈ ધીરુભાઈ રાઠોડ
- (૩) અરવિંદભાઈ જેન્તીભાઈ બારૈયા
- (૪) રાજેશભાઈ ગેલાભાઈ રાઠોડ
- (૫) સંજયભાઈ શાંતિભાઈ રાઠોડ
- (૬) તમામ રહેવાસી ગુંદાળા