યુવા આગેવાન કિશન સોલંકીના નિવાસસ્થાને ઇક્કો ફ્રેન્ડલી (માટીના ગણેશ) ગણેશ મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર

આગેવાન નાનુભાઈ ડાખરાના ઘરે સાથે બગીચા, ધોળકિયા શેરી, પ્રગટેશ્વર રોડ, ગણપતિ મહોત્સવમાં લોકો મોટી સંખ્યામાં દર્શન લાભ લઈ રહ્યા છે

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરના આંગણે ગરવા ગણપતિના ઉત્સવને લઈને સમગ્ર માહોલ ધર્મમય બની રહ્યો છે. ઉત્સવ પ્રારંભથી આજે ત્રણ દિવસ પસાર થયા છે તથા પ દિવસ કે અગિયાર દિવસે જે આયોજકો દ્વારા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તે સ્થળો પર વહેલી સવારે આરતીથી શરૂ કરીને મોડી રાત સુધી વિવિધ કાર્યક્રમોની વણથંભી વણઝાર શરૂ છે. કેટલીક જાગૃત સ્વયંસેવી સંસ્થાઓ તથા ધાર્મિક મંડળો દ્વારા સામાજીક કાર્યક્રમોનું પણ સુંદર આયોજનો કરવામાં આવી રહ્યા છે સિહોરના યુવા આગેવાન કિશનસિંહ સોલંકીના નિવાસસ્થાને ઇક્કો ફ્રેન્ડલી (માટીના ગણેશ) ગણેશ મહોત્સવ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે થતા બગીચા ધોળકિયા શેરી પ્રગટેશ્વર રોડ આગેવાન નાનુંભાઈ ડાખરાના નિવાસસ્થાને ગણેશ ઉત્સવમાં રોજજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને હવે દિવસેને દિવસે ગણેશ ઉત્સવનો માહોલ જામતો જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here