સરકારના વિવિધ તંત્રના અધિકારીશ્રી ઓની ઉપસ્થિતીમાં મોટા પ્રમાણમાં દારૂનો નાશ કરાયો..

મિલન કુવાડિયા
સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ દારૂ બીયરના જથ્થાનો મોટા પ્રમાણમાં નાશ કરવામાં આવ્યો છે સાગવાડી ગામની સીમમાં સિહોર મથકના પોલીસ સ્ટેશનમાંથી દારૂ,બીયરનો જથ્થો લાવી છેલ્લા સમયના વર્ષમાં પકડાયેલ અંદાજે સવા બે કરોડ થી વધુ રૂપિયાનો દારૂ અને બીયરના જથ્થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સિહોર પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા વર્ષોમાં જુદા જુદા સ્થળો એથી કેટલાક ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂની હજારોની સંખ્યામાં બોટલો જેની કિંમત અંદાજે સવા બે કરોડ જે ઉચ્ચ અધિકારીઓની નિગરાની હેઠળ સાગવાડી ખાતે લઈ જઇ તેની ઉપર તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ સમયે સિહોર વહીવટી તંત્ર, પોલીસતંત્ર અને અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થતિમાં દારૂના જથ્થાનો નાશ કરાયો હતો કદાચ સિહોરની ઈતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં દારૂનો નાશ કરાયો છે અહીં સિહોર નાયબ કલેકટરશ્રી ગોકલાણી, પાલીતાણા ડીવાયએસપીશ્રી જાડેજા, સિહોર મામલતદારશ્રી નિનામાં, સિહોર ઇન્ચાર્જ પીઆઇશ્રી સોલંકી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.