અગમ્ય કારણોસર ૨૪ વર્ષીય ખેત મજુર મયુરસિંહે વાડીમાં ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણી દીધો

હરેશ પવાર
એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા હોવાના દાવાઓ કરી રહી છે. બીજી તરફ પાક નિષ્ફળ જવાથી ખેડૂતો દ્વારા થતા આપઘાતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં આજે એક ખેત મજૂરી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યાનું સામે આવ્યું છે. તેણે ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો દીધો છે સિહોરના કનાડ ગામે રહેતા મયુરસિંહ ગોહિલ ક્ષત્રિય ઉ.૨૪ જેઓ આજે કનાડ ગામે આવેલ રણજીતસિંહ ગોહિલની વાડીમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાખ્યું છે મરણ જનાર મયુરસિંહ ખેત મજુર તરીકે કામ કરતા હોવાનું સૂત્રો કહી રહ્યા છે બનાવને લઈ મરણજનારને સિહોર પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ ખેતીમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મજુર પરિવારના યુવાને જીંદગી ટુંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.