બ્રિજેશ ગૌસ્વામી
હાલ અતિવૃષ્ટિ અને કુદરત જાણે ખેડૂતો પર રૂઠયો હોઈ તેમ દિવાળી ટાણે વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે રાજ્યના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડ્યો છે ત્યારે સિહોરના ખાખરીયા ગામ પાસે પાણીની લાઈટ લીકેજ થતા પાણી પુષ્કળ પ્રમાણમાં વેડફાઈ ગયું હતું આજુબાજુના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા ખાખરીયા હાઇવે થી થોડે દુર ખેતરમાંથી પસાર થતી પાણીની લાઈન માંથી આજ સવારથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહેવા લાગ્યું હતું જેની જાણ ખેતર માલિકને થઈ હતી ખેતર માલિકે તંત્રને જાણ કરતા તંત્ર વિભાગ દ્વારા પાણી પુરવઠો બંધ કરીને પાણી ઓસર્યા બાદ મરામતની કામગીરી હાથ ધરશે તેવું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here