
દેવરાજ બુધેલીયા
સિહોર શહેર વરસાદની સીઝનમાં મોટા પ્રમાણમાં જર્જરિત મકાનોને નુકશાન થયું છે અસંખ્ય મકાનો પડી ભાંગીને ભુક્કો થયા છે કહેવત છે જે ગરીબ છે એમના નસીબ પણ ગરીબ હોઈ છે સિહોરના ખારાકુવા ચોક વિસ્તારમાં ગઈરાત્રીના સમયે એક રહેણાંકી મકાનના એક દિવાલનો ભાગ અચાનક ધરાશાઈ થતા માતા સહિત બે બાળકોનો આબાદ બચાવ થયો હતો મકાન ધરાશાઈના સમયે એક સિહોરના યુવા પત્રકાર ત્યાંથી પસાર થયા હતા તે સમયે મકાનમાં રહેતા મહિલા બે બાળકોની માતા રીતસર રાડા-રાડ કરીને રોડ આવી જતા અને પોતાના બે બાળકો ધરાશાઈ થયેલા મકાનમાં સુતા હતા તેવું જણાવતા યુવા પત્રકાર પોતાના જીવના જોખમે ધરાશાઈ થયેલા મકાનમાં જઈ બંને બાળકોને ઉગારી વધુ કોઈ જાનહાનિ થાય તે પહેલાં બન્ને બાળકોને હેમખેમ બચાવી લીધા હતા મકાન ધરાશાઈ થતા અહીં વસતા પરિવારની ઘર વખરીને નુકશાન થવા પામ્યું હતું અને માતા સાથે બે પુત્રોનો આબાદ બચાવ થયો હતો