યુવક પરણિત છે, બે ત્રણ દિવસથી તળાવમાં ડૂબ્યો હોવાનું અનુમાન, યુવકની બોડી ફૂલી ગઈ છે

હરેશ પવાર
સિહોરના રાજપરા ખોડિયાર તળાવમાંથી એક યુવાન ની લાશ મળી આવી છે તળાવમાં લાશને તરતી જોઈને સ્થાનિક લોકોએ પોલીસ વિભાગને જાણ કરતા સિહોર પોલીસના હે.કો.મુકેશભાઈ ડોડીયા, પો.કો.મહેશગીરી ગોસ્વામી, ઘટના સ્થળે દોડી જઈ તળાવમાંથી તરતી લાશને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવેલ પોલીસના જણાવ્યા મુજબ ભાવનગરના બી વિસ્તારમાં ૨ દિવસ પહેલા પરિવાર દ્વારા વિજય મકવાણા ગુમ ની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ હતી પરિવાર દ્વારા શોધખોળ કરતા હોય અને આજે ખોડિયાર તળાવમાં લાશ મળી આવી હોય અને પરિવાર ના મરણજનાર ના ભાઈ સંજયભાઈ પોલીસ અધિકારી ને જણાવેલ કે મારો ભાઈ છે..મરણજનાર વિજયભાઈ શિવાભાઈ મકવાણા ઉ.વ 35 કોળી. રહે ભાવનગર આનંદનગર વીમા ના દવાખાન સામે રહેતા હોય..જેઓ પરિણીત અને બે બાળકો જેઓ કોઈ ખાનગી ફેકટરીમાં ચોકીદારી કરી પરીવાર નું ગુજરાન ચલાવતા હોય..કોઈ અગમ્ય કારણસર ન્હાવા પડતા ડૂબી ગયા હોય તેવું પ્રાથમિક જાણકારી આપેલ જે અંગે મરણજનાર ની લાશ ને સિહોર સીએચસી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવેલ છે આગળ ની તપાસ પોલીસ તંત્ર કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here