
દેવરાજ બુધેલીયા
સિહોરના ગૌતમેશ્વર રોડ પર એક લોખંડનો બાટલો પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે જે તસ્વીરમાં પ્રાથમિક દ્રષ્ટિ ગેસનો હોવાનું જણાય છે પરંતુ અહીં નાખી જવાનું કારણ શું તે એક મોટો સવાલ ઉદ્દભવી રહ્યો છે જાણકારોનું કહેવું છે આ બાટલો અહીં નાખી જવા પાછળ કઈક બદ ઈરાદો અથવા હેતુ હશે કારણકે લોખંડની ચીજવસ્તુઓ ભંગારમાં આપવાથી પણ પૈસા આવી જતા હોય છે ત્યારે તાકીદે તપાસ થાય તે જરૂરી જણાઈ છે કારણકે કઈ વિસ્ફોટક ચીજ વસ્તુ તો નથી ને.? તેવું બુદ્ધિજીવી લોકોમાં ચર્ચા જાગી છે