નિયમીત બસો નહીં દોડતાં ના છૂટકે મુસાફરો અને અભ્યાસ કરતા વિધાર્થીઓને ખાનગી વાહનોમાં જોખમી રીતે મુસાફરી કરવી પડતી હોવાની વ્યાપક ચર્ચાઓ

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની આસપાસ આવેલાં ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અને નોકરી અર્થે આવતાં ગ્રામજનોને અવર જવર માટે બસનો સહારો લેવો પડે છે ત્યારે તંત્ર દ્વારા નિયત સમયે બસો દોડાવવામાં આવે છે પરંતુ તેમાં કેટલીક અનિયમીતતા હોવાના કારણે મુસાફરોને પણ હેરાન પરેશાન થવું પડે છે ભાવનગર તરફથી આવતી સિહોરથી ગ્રામ્ય અને વિવિધ તાલુકા મથકે જતી એસટી બસો અનિયમિત દોડતી હોવાની બુમરાણ જાગી અને ચર્ચાઓ જાગી છે જેના કારણે મુસાફરી કરતા મુસાફરો અને અભ્યાસ કરતા વિધાર્થીઓને હેરાનગતી થતી હોવાનો ગણગણાટ જોવા મળે છે ગ્રામ્ય વિસ્તારોની બસો અનિયમીત હોવાના કારણે સમયસર બસની સુવિધા પ્રાપ્ત થઇ શકતી નથી તેવો ગણગણાટ એક ચોક્કસ વર્ગમાં ઉઠ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં વિદ્યાર્થીઓ અને નોકરી અર્થે આવતાં મુસાફરોને નિયત સ્થળે પહોંચવા માટે એસટી તંત્ર દ્વારા બસની સુવિધા પુરી પાડવામાં આવે છે. પરંતુ કેટલીક બસની અસુવિધા થી ના છૂટકે ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે. તંત્ર દ્વાર ગ્રામ્ય વિસ્તારના રૂટ ઉપર નિયમિત બસોનું સંચાલન કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.