તાલુકા ભાજપના આગેવાન કાર્યકરે ફેસબુકમાં પોસ્ટ મૂકી..કે ઘાંઘળી ગામે આંગણવાડીની બનાવેલી દીવાલ ધારા-ધોરણ પ્લાન મુજબ બનેલી નથી..તપાસ કરવા તાલુકા અધિકારીને વિન્નતી કરી..તપાસ સમયે અમોને સાથે રાખવા તેવો પણ લેખિતમાં ઉલ્લેખ

શંખનાદ કાર્યાલય
સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમા દરેક પ્રાથમિક સુવિધા લોકો સુધી પોહચાડવા સરકાર કટિબદ્ધ છે અને જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસના કામોની ગ્રાન્ટો પણ લાખો અને કરોડોની રકમ આપવામાં આવે છે પરંતુ સ્થાનિક કક્ષાની વાત કરીએ તો વિકાસના કામો ઓછા અને કૌભાંડ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. વારંવાર કૌભાંડની બૂમો ઉઠવા છતાં નેતાઓ અને અધિકારીઓ માટે ‘સબકા સાથ સબકા વિકાસ’ બની રહેતા કૌભાંડોની હારમાળા સર્જાઈ રહી છે સિહોરના ઘાંઘળી ગામે આંગણવાડીની બનેલી દીવાલ પ્લાન મુજબ નહિ બની હોવાનું ખૂબ ભાજપના એક આગેવાન કાર્યકર દ્વારા ફેસબુકમાં પોસ્ટ મૂકીને તપાસની માંગ કરી છે સિહોર તાલુકા ભાજપના સોશ્યલ મીડિયા વિભાગના ડાયાભાઈ ડાભી દ્વારા પોતાની ફેસબુક વોલ ગઈકાલે સાંજના સમયે કેટલાક ફોટોગ્રાફ મૂકીને લેખિત અરજી મૂકી છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે ઘાંઘણી ગામે આંગણવાડીની બનેલી દીવાલ ધારા-ધોરણ પ્રમાણે બનાવવામાં આવી નથી અને દરવાજો પણ હલકી કક્ષાનો વાપરવામાં આવ્યો છે જેની રૂબરૂ તપાસ પણ તાલુકા અધિકારીને કરવાની માંગ આ આગેવાને કરી છે અને તપાસના સમયે જેમને પોતાને હાજર રાખવાની પણ માંગણી કરી છે ત્યારે આ મામલો હાલ ચર્ચાના એરણે જોવા મળે છે જોકે સમગ્ર મામલે ઠંડુ પાણી રેડી દેવા માટે મથામણ થઈ રહી હોવાની પણ ચર્ચાઓ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here