
દેવરાજ બુધેલીયા
સિહોરના ઘાંઘળી ગામથી નજીક આવેલ ચોગઠ ગામની સીમમાંથી પસાર થતી કાળુભાર નદીમાં પડી જતા આધેડ ખેડૂતનું મોત નિપજ્યુ હતુ. ચોગઠ ગામે રહેતા રસિકભાઇ તળશીભાઇ ગઢીયા (ઉં.વ.55) આજે પોતાની વાડીથી અન્ય વાડી તરફ જઇ રહ્યા હતા ત્યારે અકસ્માતે કાળુભાર નદીમાં પડી જતા નદીના ઉંડા અને ધસમસતા પ્રવાહમાં તણાઇને ડૂબી જતા રસિકભાઇનું મોત નિપજ્યુ. હતુ.ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલાએ દોડી જઇ સ્થાનિકોની મદદથી રસિકભાઇના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અથ£ હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નાેંધી આગળની તપાસ હાથ ધરી હતી.