
હરેશ પવાર
સિહોર સહિત ભાવનગર જીલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર કહી શકાય એવા “દીકરીના વધામણા” કાર્યક્રમનું આયોજન કર્યું છે. જે સિહોરના જાંબાળા ગામે પણ આયોજન કરાયું છે ગામડામાં જન્મેલી દીકરીના ઢોલ-નગારા સાથે વધામણા કરવા મંત્રી-ડીડીઓ અને આગેવાનો તેમના ઘરે પહોચ્યા હતા. જ્યાં પેંડા વડે મો મીઠું કરાવી ગ્રામપંચાયતના નાણાપંચની યોજના હેઠળ દીકરીઓને રૂ. ૧,૦૦૦ નો ચેક આપી તેમના વધામણા કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા .ગામના આગેવાનો ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ “દીકરી બચાઓ” નાટક દ્વારા કરવામાં આવ્યો હતો. કલાકારો દ્વારા દીકરી બચાઓ નાટક રજુ કરી લોકોમાં “બેટી બચાઓ-બેટી પઢાઓ “ જેવી સરકારની યોજના અંગે લોકોમાં લોકજાગૃતિ લાવવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો, સાથે સાથે મંત્રી-ડીડીઓ-આગેવાનો ઢોલ-નગારા સાથે માલણકા ગામમાં દીકરીના વધામણા કરવા વિવિધ ઘરોમાં પહોચ્યા હતા. ચાર-છ મહિના કે તાજેતરમાં જન્મેલી દીકરીઓના ઘરે જઈ પરિજનો અને પડોશીઓના પેંડા વડે મો મીઠા કરાવી તેમજ ગ્રામપંચાયતના નાણાપંચની યોજના હેઠળ દીકરીઓને રૂ. ૧,૦૦૦ નો ચેક આપી તેમના વધામણા કર્યા હતા. આવી યોજનાને લાગુ કરવામાં ભાવનગર રાજ્યમાં સૌપ્રથમ છે તેમ મંત્રીએ જણાવ્યું હતું અને સમગ્ર રાજ્યભરમાં આ પ્રમાણે દીકરીના વધામણા કરવામાં આવે તે દિશામાં પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું. દીકરીના વધામણાનો આ વિશિષ્ટ કાર્યક્રમનો પ્રારંભ આજે માલણકા ગામેથી થયો હતો જે જીલ્લાના વિવિધ ગામોમાં પણ યોજાશે.જયારે આવા કાર્યક્રમો રાજ્યભરમાં યોજાય અને દીકરીના વધામણા કરવામાં આવે તો ભ્રૂણહત્યા પર ઘણો બધી રોક લાગી શકે છે જ્યારે આ કાર્યક્રમ જાંબાળા ગામે પણ યોજાયો હતો.