ટાણા આસપાસના 20 થી વધારે ગામોમાં 1 લાખથી વધુની વસતી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતા રહ્યા છે, ભાવનગરમાં મે મહિના ના માત્ર નવ જ દિવસમાં 4,132 કેસો નવા નોંધાયા છે એમાં જિલ્લાઓમાં પણ કોરોના કેસો વધી રહ્યા છે તેને લઈ કૉંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા ડીડીઓને ટાણા ગામે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા બાબતે રજુવાત કરવામાં આવી હતી.આ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે હાલ ટાણાની આજુબાજુ નો વિસ્તાર ઘણો મોટો છે આ ગામની આજુબાજુ માં 20 થી 25 જેટલા ગામો આવેલા છે, અને અસરગ્રસ્ત લોકોને સારવાર માટે દૂરદૂર લઈ જતા રસ્તામાં જ અવસાન થઈ જવાના ઘણા કિસ્સાઓ બને છે.

જેથી ટાણા પી.એસ.સી માં કોવિડ કેર સેન્ટર અને ઓક્સિજનની સુવિધા સાથેના સેન્ટરો શરૂ કરવામાં આવે તેવી અમારા વિસ્તારના લોકોની માંગ છે આ માંગ તાત્કાલિક સંતોષવામાં આવે તેવી આજુબાજુના ગ્રામજનોની માંગ છે. કૉંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય પથુભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે ટાણા આજુબાજુના ના 20 થી વધારે ગામડાઓમાં આવેલા છે જેની વસ્તી આશરે 1 લાખ જેટલી થાય છે, અને અમારા ટાણા ગામની વસ્તી વસ્તી 20 થી વધુ છે, તો અમારા ગામમાં કોવિડ કેર અને ઓક્સિજન સાથે સેન્ટરો શરૂ કરવામાં આવે તેવી જિલ્લા પંચાયતના ડીડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here