પાલિકા તંત્રને આ યુવાને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું, ખાડાઓ નહિ બુરાઈ તો મોટાચોકથી વડલા ચોક સુધીના તમામ ખાડાઓમાં વૃક્ષો વાવી દઈશ, યુવાને ચીમકી આપી

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકાનું વહીવટ કરતું તંત્ર એકદમ ખાડે ગયું હોય તેવું દેખાઈ છે પ્રજાના લાખ્ખો કરોડોના ખિસ્સાઓ ખંખેરી બનેલા રસ્તાઓની દશા દયાજનક છે પ્રાથમિક સુવિધાને લઈ શહેરના પ્રત્યેક નાગરિકમાં અસંતોષની લાગણી જન્મી છે ત્યારે સિહોરના યુવાને રોડ રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં ઝાડ ઉગાવવા માટેનો નવો અભિગમ તંત્રની સામે અપનાવ્યો છે સિહોરના મોટાચોકથી વડલા ચોક સુધીના રોડ રસ્તાની હાલત કફોડી બની છે વરસાદના કારણે રસ્તો એકદમ બિસ્માર થયો છે જોકે અહીંથી તમામ નગરસેવકો અને વહીવટ કર્તા લોકો પસાર થતા હોવા છતાં આ હાલત સામે રસ્તાના ખાડાઓ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળતા સિહોરના રાજુ ગોહિલ નામના યુવકે એક નવો અભિગમ અપનાવી આજે સમી સાંજે મોટાચોક વિસ્તારમાં મેઈન રોડ પડેલા ખાડામાં વૃક્ષ વાવીને તંત્ર સામે પડકાર ફેંક્યો છે અને આવતા ત્રણ દિવસોમા મોટાચોકથી વડલા ચોક સુધીમાં રસ્તાઓન ખાડાઓ નહિ બુરાઈ તો રાજુ ગોહિલ નામના જાગૃત યુવાને તમામ ખાડાઓમાં પોતે વૃક્ષો વાવી દેશેની ચીમકી ઉચ્ચારતા મુદ્દો શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે