
હરેશ પવાર
મૂળ સિહોરના વતની અને મારુ કંસારા સમાજનું ગૌરવ તેમજ સંતકૃપા મેડિકલ (સિહોર)ના પુત્ર ડો કેવલ પરમારે એમ.એસ..ઓથોપેડીક (ગોલ્ડ મેડા લિસ્ટ) તેમજ ર્ડો. પોમાં શાહ. એમ.ડી.મેડિસિન દ્વારા આજરોજ ભાવનગર જિલ્લાની આધુનિક અદ્યતન સર્વ પ્રથમ એવી ડીજીટલ .K.P.. હોસ્પિટલનો પ્રારંભ કર્યો છે માનવ સેવા એજ પ્રભુ સેવા અને દર્દી દેવો ભવ સૂત્ર ને સાર્થક સાથે તેમના નવા હોસ્પિટલ નિલમબાગ ચોક એસ. બી.આઈ. સામે આજથી ત્રણ દિવસ સુધી વિનામૂલ્યે ઓ.પી.ડી. તપાસ તેમજ માત્ર ટોકન સાથે રૂ.૫૦ ના રિપોર્ટ તેમજ જરૂરિયાતમંદ માટે વિનામૂલ્યે દવાઓ આપવામાં આવશે. આ હોસ્પિટલ ખાતે ડૉક્ટર મિત્રો. અધિકારીઓ, મહાનુભાવો, રાજકીય આગેવાનો, શ્રેષ્ઠીઓ, સગાસબંધીઓ, એડવોકેટ મિત્રો, મીડિયામીત્રો, શુભેચ્છકો સહિત મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા