હરેશ પવાર.. દેવરાજ બુધેલીયા..

ઓન ધ સ્પોટ..બ્રેકિંગ ન્યુઝ રાત્રીના ૯..૧૦ કલાકેઆ લખાઈ છે ત્યારે રાત્રીના ૯.૧૦ કલાકે મળતા પ્રાથમિક અહેવાલો મુજબ સિહોરના ધનકેડી વિસ્તારમાં મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે ધબ-ધબાટી બોલી છે અમારા સહયોગી હરેશ પવાર દેવરાજ બુધેલીયાના પ્રાથમિક અહેવાલો મુજબ સિહોરના ધનકેડી વિસ્તારમાં મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે સામ-સામે મારામારી થઈ છે જેમાં એક યુવાનને ઇજા થવા પામી છે ઇજાગ્રસ્તને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે સ્થળ પરથી દેવરાજ બુધેલીયા અને હરેશ પવારનું કહેવું છે કે પ્રાથમિક જાણકારી મુજબ બે દિવસ પહેલા સિહોરમા ચાલતું જાદુગર હકુભાના શોમાં બે શખ્સો વચ્ચે માથાકૂટ થયેલી હતી જેને લઈ આજે રાત્રીના બે જૂથ સામ-સામે આવી જતા થોડા સમય માટે ધનકેડી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા જોકે સહયોગીઓનું તો ત્યાં સુધી કહેવું છે કે બનાવ સ્થળે પોલીસ કાફલો સમયસર પોહયો છે અને એક મોટી ઘટના બનતા અટકી હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે હાલ ઘટના સ્થળ પર પોલીસ કાફલો દોડી જઈ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જ્યારે હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા બનાવની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે