મકાઈનો પાક નિષ્ફળ જતા ડૂબલિકેટ બિયારણની આશંકા, ખેડૂતોને મોટી નુકશાની

બ્રિજેશ ગૌસ્વામી
વરસાદ માં સારા બિયારણ વાવી ને ખેડૂતો ને સારા પાકની આશા હોય છે. બિયારણ વાવ્યા બાદ દવા ખાતર અને તનતોડ મહેનત બાદ સોના જેવો પાક પાકે છે પરંતુ સિહોર પંથકમાં તો જગતના તાત ને છેતરવામાં આવતા હોય તેવું લાગે છે. સિહોરના ધ્રુપકા ગામે થોડા દિવસો પહેલા અમેરિકન મકાઈના ડુબ્લિકેટ બિયારણ મામલો બહાર આવ્યું હતો આજે ફરી સિહોરના ખારી ગામે ખેડૂતોનો મકાઈનો પાક નિષ્ફળ જતા મકાઈના બિયારણ માં ડૂબલિકેટ હોવાની આશંકા જાગી છે. હવે સિહોરમાં ઉભા થઇ રહેલા ડૂબલિકેટ બિયારણ ના બજાર ઉપર તંત્ર ની તપાસ વહેલી તકે થાય તો ખેડૂત ને ન્યાય મળી શકે બાકી તો ખેડૂતો ખેતરમાં પાક નહિ પણ પોતાના કુટુંબની જિંદગી રોપી ને તેની વાવણી કરતા હોય છે. સરકાર દ્વારા ખેડૂતો ને સારું બિયારણ મળી રહે તેવી સગવડતાઓ ઉભી કરવી હવે જરૂરી છે ત્યારે હાલતો સિહોર પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here