સિહોર પંથકમાં એક મહિનામાં અલગ અલગ 8 જેટલા કમોત ની ઘટના- ચિંતાજનક

હરિશ પવાર
એક મહિનામાં આશરે સિહોરના પંથકમાં 8 જેટલા કમોતની ઘટનાઓ બનવા પામી છે જે ખરેખર ચિંતાજનક કહેવાય છે. જેમાં આર્થિક ભીસાંમણ, મંદી નો સામનો, માનસિક બીમારી જેવા પ્રશ્નો ને લઈને જીવન ટૂંકાવી નાખવાની ઘટનાઓ થી સિહોરમાં ભારે ચિંતાનો વિષય બની ગયો છે. આજરોજ કોડીનાર પાસે દુંદાળા ગામે સાસરિયું ધરાવતી ને સિહોરના નવા ગુંદાળા માં પિયર ધરાવતી દેવીપૂજક પરિણીતા એ એ પોતાના ઘરે માનસિક બીમારી થી કંટાળી જઈને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. મળતી વિગતો મુજબ મા.બાપ વગરની દીકરીને એના દાદા એ ઉછેરી ને મોટી કરી હતી. ચાર વર્ષે પહેલા લગ્ન કરવામાં આવેલ પરંતુ મનમેળ ન થતા છૂટું કરેલ હતું. બીજી વારના લગ્ન ને હજુ બે માસ જ થયા હતા પરંતુ પરિવાર દ્વારા જાણવા મળેલ કે દીકરી માનસિકતા નો ભોગ બની હતી. આ ઘટના ની જાણ થતાં સ્થાનિક નગરસેવક ચતુરભાઈ સામાજિક કાર્યકર હરીશ પવાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ અધિકારી કે.ડી.ગોહિલ કાફલા સાથે આવી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here