
દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં ચોમાસા દરમિયાન અસંખ્ય મકાનો દિવાલો ધરાશાઈ થઈ છે હજુ ગઈકાલે ભીલવાડા વિસ્તાર ગરીબ પરિવારની દીવાલ ધરાશાઈ થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે આજે સિહોરના બસ્ટેન્ડ પાસે આવેલ હાઇવે પરની દીવાલ આજે અચાનક ધરાશાઈ થઈ હતી જોકે વધુ કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ આ વખતની વરસાદ ઋતુએ શહેરની સંખ્યાબંધ મકાનો દીવાલોને નુકશાન કર્યું છે તે હકીકત છે