સુરત પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ મથકના ગુન્હામાં કાનજી નાસ્તો ફરતો હતો

હરેશ પવાર
ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે સુરત શહેર મહિધરપુરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૮૧/૨૦૦૬ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી કાનજીભાઇ પરશોતમભાઇ રોય ઉ.વ.૫૧ રહેવાસી-મુળ-બેકડી ગામ, તા.શિહોર જી.ભાવનગર હાલ-કુમુદવાડી, માલધારી સોસાયટી ભગવાનભાઇ દડવા વાળાના કારખાના પાસે ભાવનગર વાળાને તેના ગામ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા બાબાભાઇ હરકટ તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા નિતીનભાઇ ખટાણા તથા એઝાઝખાન પઠાણ તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here