બ્રિજેશ ગૌસ્વામી
નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીની પ્રજાભિમુખ કામગીરી, સફાઈ કામદારો સાથે જેસીબી ટ્રેકટર દ્વારા તંત્રએ કચરો ઉસેટવો પડ્યો

સિહોર બ્રહ્મકુંડ ખાતે યોજાયેલ લોકમેળા બાદ તંત્ર દ્વારા ફરી સાફ સફાઈ હાથ ધરી છે દર વર્ષે ભાદરવીના દિવસે સિહોરના ઈતિહાસિક બ્રહ્મકુંડ ખાતે લોકમેળો ભરાઈ છે અને જેમાં સમગ્ર જિલ્લાની જનતા સ્વયંભૂ ઉમટી પડે છે મેળામાં રાઈડ્સ અને રમકડાં ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ પણ હોઈ છે જેથી મેળા બાદ કચરો અને ગંદકી પણ જોવા મળતી હોય છે જોકે નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીની પ્રજાભિમુખ કામગીરી સાથે સેનિટેશન વિભાગ દ્વારા બ્રહ્મકુંડ વિસ્તારને ફરી ચોખ્ખો ચણાટ કર્યો હતો સફાઈ કામદારો સાથે જેસીબી ટ્રેકટર સાથે સેનિટેશન શાખાએ કચરો ઉપાડીને ફરી સાફ સુથરુ કર્યું છે