
દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકાની હદ વિસ્તારમાં અસંખ્ય ગેરકાયદેસર ભૂતિયા કનેક્શનો આવેલા છે ભાવનગર રોડ પર ખુશ્બૂ પાવભાજી નજીક એક ગેરકાયદેસર ભૂતિયા પાણીનું કનેક્શન છે જેમાંથી પાણી મોટા પ્રમાણમાં વેડફાઈ રહ્યું છે જેના કારણે ત્યાં દિનેશભાઈ મિસ્ત્રી તરીકે લાકડાના ફર્નિચરનો વ્યવસાય કરે છે તેમની દુકાનમાં પાણી ઘુસી જવાથી તેમનો રોજીંદો ધંધા રોજગાર ખોરવાયો છે જેથી તૂટેલી પાણીની લાઈન તાકીદે રીપેરીંગ થાય તેવી વેપારી દિનેશભાઇની માંગ છે