કોંગ્રેસે મને ખુબ આપ્યું છે, રાજીનામું આપવું અને ભાજપમાં જોડાવવું એ મારું અંગત કારણ છે..સાંજે ૭.૧૫ કલાકે ગીતાબેન સાથે સીધી વાત

શંખનાદ કાર્યાલય
સિહોરના મહિલા આગેવાન અને જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ ગીતાબેન કોતરે ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કર્યો છે આજે સવારે સોશ્યલ મીડિયાના માધ્યમથી પત્રકારોને પોતાના જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પદના રાજીનામાંનો લેટર મોકલાવ્યો હતો બાદમાં મહિલા અગ્રણી ગીતાબેનનો સંપર્ક થઈ શક્યો ન હતો આખરે સાંજના ૭ ૧૫ કલાકે શંખનાદ કાર્યાલય પરથી મહિલા અગ્રણી ગીતાબેનનો સંપર્ક કરાયો હતો અને જેમને રાજીનામું અંગે પૂછતાં કરતા પોતે આજે ભાજપમાં જોડાઈ ને કેસરિયો ધારણ કર્યો છે જેમને વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ છોડવા અને ભાજપમાં જોડાવવા મારા અંગત કારણો હતા કોંગ્રેસે મને ખુબ આપ્યું છે તેવું ગીતાબેને વાતચીતમાં જણાવ્યું હતું આજે જેસરના અયાવેજ ખાતે મળેલું જિલ્લા ભાજપના સંમેલન જીતુભાઇ વાઘાણી અને ભારતીબેન શિયાળના હસ્તે ખેસ ધારણ કરીને ગીતાબેને વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યારે સ્થાનિક રાજકારણ ભારે ગરમાવો જોવા મળ્યો છે.