
સલીમ બરફવાળા
સિહોર ખાતે માલકાણી પરિવાર દ્વારા ઇદે-મિલાદ પર્વની અનોખી અને ભવ્ય ઉજવણી કરી છે દર વર્ષે માફક ગાયો માટે મોટી માત્રામાં ઘાસચારો અને માનવ આશ્રમેં મનદબુદ્ધિ અને ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરે છે ખાસ કરીને મુસ્લિમ સમાજ માટે ગઈકાલનો એટલે કે ઇદે મિલાદનો દિવસ ખાસ માનવામાં આવે છે હમેશા સર્વે સમાજને પ્રેરણા આપતો આ પરિવાર અસંખ્ય સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલો છે માલકાણી પરિવાર વિશે લખવા બેસીએ કદાચ એકાદ બુક ભરાયા બાદ પણ જગ્યા ઓછી પડે અને ગરીબ લોકો પ્રત્યેની આ પરિવારની ભાવના કદાચ એમનું શબ્દોમાં વર્ણન કરવું અઘરું પડે..જ્યારે સિહોરમાં મુસ્લિમ સમાજ દ્વારા તમામ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે.ત્યારે ગઈકાલે મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર એવા ઇદે-મિલાદ પર્વની માલકાણી પરિવાર દ્વારા આસ્થાભેર ઉજવણી કરાઈ હતી.ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસ નિમિત્તે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.સેવામાં હંમેશ માટે તત્પર રહેતા એવા માલકાણી પરિવાર દ્વારા ગઈકાલે ઇદે-મિલાદ પર્વની ઉજવણી ના ભાગ રૂપે દરવર્ષ માફક ગરીબો માટે ભોજન અને પશુઓ માટે ચારા નું દાન આપી ઉજવણી કરી છે આ સાથે તેમના પરિવાર દ્વારા સોનગઢ પાસે આવેલ માનવ સેવા આશ્રમમાં મગજના અસ્થિર લોકોને ભોજન કરાવી આ પર્વની ઉજવણી માં સામેલ કર્યા હતા. હર હંમેશ ની માફક આ વખતે પણ સમાજ માટે સેવા કાર્યો કરી માલકાણી પરિવાર દ્વારા ઇદે-મિલાદ પર્વની ઉજવણી કરી હતી જે સર્વે સમાજ માટે પ્રેરણાદાઈ છે.