છેલ્લા થોડા દિવસોથી ટાઉન વિસ્તારમાં આવેલા વિવિધ વિસ્તારોમાં વિજપોલ ને નુકસાન કરવામાં આવતું હોય તેવી શંકા

હરેશ પવાર
સિહોરના રેસ્ટહાઉસ થી મુક્તેશ્વર મહાદેવ જવા રોડ ઉપર આવેલ. એ.સી.મેટલ ઇન્ડસ્ટ્રીઝ પાસે ની દીવાલ પાસે જે સિહોર ટાઉન પી.જી.વી.સિ એલ.ની જે ખેતીવાડી ના જીવિત ઇલેવન લાઈન નો વિજપોલ ને ગત રાત્રી ના કોઈપણ સમયયે કોઈ અજાણ્યા વાહનચાલકો દ્વારા આ વિજપોલમેં ભયંકર રીતે નુકસાન કરવામાં આવ્યું હોય છે વિજપોલોને નુકશાન કરાતું હોવાની પણ શંકાઓ સેવાય રહી છે કારણકે આ વિજપોલ કોઈપણ પ્રકારના અડચણરૂપ નથી.અને માત્ર ને માત્ર વિજપોલ ને નુકશાન કરવામાં કાવતરું હોય તેવું લાગે છે. કારણ કે અન્ય દીવાલ કે આજુબાજુ નુકસાન નથી થયું..છેલ્લા થોડા દિવસોથી વિવિધ વિસ્તારોમાં વિજપોલને નુકશાન પોહચાડાતું હોવાની ચર્ચાઓ જાગી છે જેથી વિજકંપનીને નુકસાન થી કામ નું ભારણ વધે છે.અને ખેતીવાડી કે આજુબાજુ માં રહેણાંકી વિસ્તારમાં વીજપુરવઠો બંધ કરી ત્યારબાદ રીપેરીંગ હાથ ધરાય છે.અને અડધો દિવસ થી વધુ સમય લાગતો હોય અને હેલપર સ્ટાફ.તથા અધિકારી ઓ ઘટના સ્થળોએ ખાસ ઉપસ્થિત રહી કામગીરી હાથ ધરવામાં આવે છે. અને શહેરના વિજ ફોલ્ટ ફરિયાદ ના કામમાં રાત સુધી વીજ ફોલ્ટ કામ મોડે સુધી કરવામાં આવે છે..અધિકારી નું કહેવું છે કે કોઈ લોડિંગ વાહનો.તેમજ બેફામ વાહનચાલકો દ્વારા નુક્શાન થયું હોય તેવું માનવું છે….આ તાત્કાલીક ધોરણે વિજઅધિકારી.શ્રી વેલેરા.તેમજ દેવીયા ઘટનાને સ્થળે દોડી જઇ તાત્કાલિક સ્ટાફના માણસો તેમજ ક્રેઇન ઈમરજન્સી વાહનો સાથે માલસામાન સાથે સવારના 8 વાગ્યાથી બપોરના 4 કલાક સુધી કામગીરી હાથ ધરી હતી.