સમી સાંજે લોકો ભયમાં મુકાયા, કેટલાક વાહનો અને ફ્રુટની લારીઓ હડફેટ લીધી, ભાજપના એક નગરસેવકે આખલાઓને છુટા પડાવવા ધોકો લીધો અને ભાગમ-ભાગ કરી

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં આખલા સહિતના રખડતા ઢોરની સમસ્યા નિવારવામાં પાલિકાનુ તંત્ર સરેઆમ નિષ્ફળ ગયુ છે, જેના પરિણામે જ્યાં જુઓ ત્યાં માર્ગો પર આખલા યુદ્ધ નજરે પડે છે. આજે સાંજના સમયે શહેરના મુખ્ય માર્ગ પર તસ્વીરમાં દેખાતા આ રીતે બે આખલાએ રસ્તો રોકી લીધો હતો અને રીતસર જંગે ચડ્યા હતા અને થોડીવાર ઘમાસાણ મચાવી દીધી હતી આખલા યુધ્ધથી વાહન ચાલકો ભયમાં મુકાયા હતા, થોડીવાર માટે રસ્તા પર કર્ફયું હોય તેવો માહોલ સર્જાયો હતો કેટલાક વાહનો અને કેટલીક લારીઓ આ બન્ને આખલાઓએ હડફેટ લીધી હતી અને ભાજપના નગરસેવકે બન્ને આખલાઓ ને છુટા પડાવવા ધોકો લીધો હતો અને રીતસર ભાગદોડ કરી હતી ત્યારે રઝળતા ઢોરની સમસ્યા તંત્ર ઉકેલી શકી નથી. એટલે હવે લોકોએ જાતે જ સલામતિના રસ્તા શોધવા પડશે તેવું લાગે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here