
હરીશ પવાર
સિહોર શહેરના વિવિધ માર્ગો પર ચોમાસાના ભારે વરસાદ બાદ પડેલા ગાબડા પુરવા થાગડ થીગડ માટે પેચવર્કનું કામ અપાયું હતું પરંતુ આ પેચવર્કના કામ બાદ પણ આ થીગડા હજુ પરા ચોટયા નથી અને ધુળ ઉડતી નજરે જોવા મળે છે. લોકોની અને ખાસ કરીને વાહન ચાલકોની સલામતી માટે હેલ્મેટનો કાયદો સીટી વિસ્તારમાં પણ અમલી બનાવાય છે પરંતુ માત્ર હેલ્મેટ પહેરવાથી સુરક્ષા નથી મળતી. રોડ સેફ્ટી માટે અન્ય પણ ઘણા પરિબળોનું ચુસ્તપણે પાલન થવું જોઇએ જે કારણો કોરાણે મુકી માત્ર દંડ કરી આવક મેળવવાનું એક હથ્થુ કારણ શું ખરેખર સફળ નિવડશે? હાઇવે પર નાના-મોટા ગાબડા પર મટીરીયલ નાખી થીગડા પણ મરાયા અને મોરમ પણ પથરાઇ પણ કોણ જાણે ફરી ભરભર ભુકો થયા રાખે છે લોકો સુવિધા ઝંખે છે. ફેશન ગતી નહીં પરંતુ ચોક્કસ પરિબળોના આયોજનના અભાવે એક સાંધી તેર તોડવાની પ્રવૃત્તિથી સરકારી નાણાંનો થતો દુરૂપયોગ અટકાવવો જરૂરી બન્યો છે અને નક્કર સુવિધાવાળુ કામ થાય અને ટકે તો જ વિકાસનું ડગલુ શક્ય બનશે.