આખલા અને ઢોરના ત્રાસમાંથી શહેરને મુક્ત કરાવવા પાલિકા લાચાર, હવે માર્ગો બન્યા ગૌશાળા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના માર્ગો ઉપરથી રઝડતા આખલાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે અને લોકોને શહેરના માર્ગો ઉપરથી પસાર થવું પણ માથાના દુખાવા સમાન બની ચૂક્યું છે અને જાણે એવું લાગે કે મુખ્ય માર્ગો જ ગૌશાળા બની ચુક્યા છે ત્યારે તેમને હટાવવા તંત્રની લાચારી સ્પષ્ટ નજરે પડે છે મુખ્ય માર્ગના રસ્તાઓ ઉપર 24 કલાક રઝડતા ઢોર અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે જેથી વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશકેલીનો સામનો કરવો પડતો હોય છે આટલુ જ નહી ઘણી વખત રઝડતા ઢોર રસ્તા ઉપર યુધ્ધે ચડ્યા હોય તો રસ્તા ઉપર કર્ફયુ લાગી ગયો હોય તેમ રસ્તા બંઘ થઇ જાય છે જેથી નિર્દોષ નગરજનોમાંથી કોઇનો જીવ લેવાય તે પહેલા પાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે અને રઝડતા આખલાને પકડવામાં આવે તે જરૂરી છે. શહેરના મોટાભાગના માર્ગો જાણે કે ઢોરવાડા હોય તેવો જ ઘાટ જોવા મળી રહ્યો છે અત્યારે એક બાજુ શહેરના હાઇવે પર ટ્રાફિકની સમસ્યાએ માથું ઉચક્યું છે તો બીજી બાજુ રઝડતા ઢોર મુખ્ય માર્ગો ઉપર અડીંગો જમાવી દેતા હોવાથી વાહન ચાલકો સહિતના નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ભૂતકાળમાં રઝડતા ઢોર પકડીને નગરજનોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે અનેક વખતો રજુઆત કરવામાં આવેલી છે અને બાબતો અખબારોમાં પણ નોંધાઇ છે તેમ છતાં તંત્ર લોકોની મુશ્કેલી દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે શહેરમાં રઝડતા ઢોરે રાહદારી કે અન્ય લોકોને ઢીંકે ચડાવ્યાના બનાવમાં કેટલાકને હોસ્પિટલ સારવાર માટે ખેસેડવામાં આવ્યા તેનું લિસ્ટ ઘણું લાબું છે સિહોરવાસીઓને આખલાઓના ત્રાસમાંથી મુક્તિ કયારે મળશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે પરંતુ લોકોની સલામતી માટે સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર અડીંગો જમાવીને બેસી રહેતા ઢોરને પકડીને પાંજરાપોળમાં ખસેડવા માટેની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here