દબાણ હટાવી લેવા વેપારીઓને નોટિસો પાઠવી વેપારીઓમાં રોષ

દેવરાજ બુધેલીયા
સિહોરનું તંત્ર લોકોના ધંધા રોજગાર તોડી પાડવા હવે મેદાને પડ્યું છે નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરની મેઈન બજારમાં દબાણ હટાવવા બાબતની કાર્યવાહી ચાલી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા મેઈન બજારના માર્કેટ વિસ્તારમાં શહેરના ડીમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરી છે જેમાં લોકોમાં રોષ ફેલાયો છે આજે તંત્રએ વેપારીઓને નોટીસ પાઠવીને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે જેને લઈ વેપારીઓમાં રોષ ફેલાયો છે આ મામલે વેપારી અને તંત્ર વચ્ચે ઘર્ષણના એંધાણ પણ દેખાઈ રહ્યા છે.