સિહોરના યુવાનને જીવન જરૂરી વસ્તુઓથી ભરેલી થેલી મળતા મૂળ માલિકને પરત આપી

ગૌતમ જાદવ
હાલ કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં લોકો અનેકો મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા છે. જ્યારે ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની દશા કપરી બની ગઈ છે. આજે સિહોરના રેલવે સ્ટેશન ખાતે રહેતા એક યુવાનને નવા કપડાં તેમજ જીવન જરૂરી વસ્તુઓ ભરેલી એક થેલી મળતા તેને શંખનાદનો સંપર્ક કરી તે થેલી આપી હતી. શંખનાદ દ્વારા આ થેલી વિશેની માહિતી સોશ્યલ મીડિયામાં મુક્ત આ થેલી નાના સુરકાના એક પરિવારની હોવાની જાણ મળતા તેમને યુવાનના હસ્તે જ થેલી તે પરિવારને પરત આપીને એક માનવતા નું ઉમદા ઉદાહરણ આપ્યું હતુ.

થેલી માં ભલે નવા કપડાં ને જીવન જરૂરી વસ્તુઓ જ હતી પણ એ પરિવાર માટે તો એ કિંમતી જ હતી. આવા કપરા સમયમાં યુવાનની ઈમાનદારી ને પણ દાદ આપવી પડે કે એણે એ કપડાં અને જીવન જરૂરી વસ્તુઓ ની થેલી ખરેખર કોઈ જરૂરિયાત વાળા પરિવાર ની પડી ગયેલી હશે તેમ સમજી ને તેને તેના મૂળ માલિક સુધી પહોંચાડવા માટે થઈને શંખનાદ નો સંપર્ક કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here