
હરેશ પવાર
લોકોની સહનશીલતા અને સહનશક્તિ દિવસે અને દિવસે ઓછી થતી જાય છે લોકો નાની નાની બાબતોમાં મોત સુધીનું પગલું ભરી લે છે સિહોરના યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણી દીધો છે સિહોરના મોટાચોક રાજગોર શેરી વિસ્તારમાં રહેતા રાકેશ લાભુભાઈ ઉ.૨૭ એ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા ભારે ચકચાર મચી છે બનાવને લઈ સિહોર પોલીસ મરણ જનાર રાકેશના ઘરે દોડી જઈ મૃતકને હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડીને બનાવની ઝીણવટ ભરી તપાસ આદરી છે.