કિંમતી ચીજ વસ્તુ અને હજારોની રકમનું જડેલુ પાકીટ શિક્ષક આશુતોષ ગોરડીયાએ એક ક્ષણના વિલંબ વગર શંખનાદ સંસ્થાના સંચાલકનો સંપર્ક કર્યો અને જાણ કરી, આજે સવારે મૂળ માલિકને પરત કર્યું

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરમાં ભાવનગર રોડ અમીન સોડાની નજીકમાં રહેતા શિક્ષક આશુતોષ ગોરડીયાની પ્રામાણિકતા સામે આવી છે અને જેમને સેલ્યુટ કરવાનું ચોક્કસ મન થાય..કિંમતી ચીજ વસ્તુ અને હજારોની રોકડ રકમનું મળેલું પાકીટ મૂળ માલિકને સુપ્રિત કરી દીધું છે ગઈકાલે મોડીરાત્રીના શંખનાદ સંચાલક મિલન કુવાડિયાના મોબાઈલ ફોન પર સિહોરના શિક્ષક આશુતોષ ગોરડીયાને પોતાને એક પાકીટ જડ્યું છે જેમાં રોકડ રકમ અને અગત્યની ચીજ વસ્તુઓ હોવાની વિગતો આપી..બાદમાં શંખનાદ સંચાલકે ઝીણવટ ભરી પૂછપરછ કરી અને તપાસ કરતા જેમાં કોળીસેનાનું આઈકાર્ડ હતું અને પરમાર રાજેશ રામજીભાઈ પીપળીયા લખેલું હતું જેના આધારે શંખનાદ સંચાલક મિલન કુવાડિયા દ્વારા કોળી સમાજના યુવા આગેવાન રવિ બારૈયાનો સંપર્ક કરતા અને સમગ્ર બાબતની હકીકત જણાવી હતી જેને લઈ કોળી સમાજના યુવા આગેવાન રવિ બારૈયાએ તપાસ કરતા સિહોરના સર્કિટ હાઉસ સામે રહેતા રાજેશભાઇ પરમારનો સંપર્ક કરીને શંખનાદ કાર્યાલય ખાતે બોલાવી શિક્ષક આશુતોષ ગોરડીયા, અને કોળી સમાજના યુવા આગેવાન રવિ બારૈયાની હાજરીમાં રાજેશભાઇ પરમારને તેમનું પાકીટ પરત કરાયું છે અને પાકિટમાં કિંમતી ચીજવસ્તુ તેમજ હજારો રૂપિયાની રોકડ રકમ હતી ત્યારે અહીં શિક્ષક આશુતોષ ગોરડીયાની પ્રામાણિકતા ને સેલ્યુટ કરવાનું જરૂર મન થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here