ફરિયાદીએ ચાર સામે શંકા વ્યક્ત કરી, પોલીસે અલગ ટિમો બનાવી ઘટનાના મૂળ સુધી પોહચવા કવાયત શરૂ કરી

હરેશ પવાર
સિહોરના રબારીકા ગામે થયેલી આધેડની હત્યાએ શહેર અને પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે લોકોમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. સિહોર તાલુકાના ઘાંઘળી ગામે દિવાળીના દિવસે જ એક મહિલાની કરપીણ હત્યા થયાની તાજી હતી ત્યાં ફરી ગઈકાલે રબારિકા ગામે રાત્રિના સુમારે નિદ્રાધીન આધેડની અજાણ્યા શખ્શો દ્વારા હત્યા કરાતા સિહોર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો રબારિકા ગામે દોડી ગયો હતો અને આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં ચાર સામે થયેલી પોલીસ ફરિયાદ આધારે અલગ અલગ ટિમો બનાવી ઘટનાના મૂળ સુધી પોહચવા પોલીસે કવાયત શરૂ કરી છે સિહોર તાલુકાના રબારિકા ગામે રહેતા ભૂપતભાઇ અમરજીભાઇ જાની તેમના પરિવારજનો ગત તા.28/10ના રોજ અમદાવાદથી વતન રબારિકા ગામે આવ્યા હતા. બાદમાં ગત તા.3/11ના રોજ ભૂપતભાઇના પત્ની કામિનીબેન, તેમના પુત્રો અને પુત્ર વધૂઓ પરિવાર સાથે અમદાવાદ ચાલ્યા ગયેલ. અને ભૂપતભાઇ રબારિકા ગામે રોકાઇ ગયેલ. તા.5/11ના રોજ રાત્રિના ભૂપતભાઇ અને તેમના મિત્ર સુરેશભાઇ પંચાલ ઘરની ઓસરીમાં સુતા હતા તે દરમ્યાન રાત્રિના શુમારે કોઇ અજાણ્યા શખ્શો દ્વારા ભૂપતભાઇના ગળાના ભાગે ધારદાર હથિયારના ઘા કરી તેઓની કરપીણ હત્યા કરી નાસી ગયેલ ફરિયાદીએ ચાર જેટલા શખ્સો સામે શંકા વ્યક્ત કરી છે અને પોલીસના ચોપડે નામ પણ નોંધાવ્યા છે હત્યા શા કારણ થી કરવામાં આવી..આ હત્યા કયા કારણોસર થઇ ? કોણે કરી ? રાત્રી લઈ સવાર સુધીમાં કયારે થઈ ? તે રહસ્ય હજી અકબંધ છે પરંતુ ઘટનાના મૂળ સુધી પોહચવા પોલીસ દ્વારા અલગ અલગ ટિમો બનાવાય છે અને કામે લગાડી દેવાઈ છે ચાર સામેની પોલીસ ફરિયાદમાં પણ પૂછપરછ અને તપાસનો દોર શરૂ કરાયો છે બનાવ અને ઘટનાને લઈ સિહોર અને પંથકમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here