દેવરાજ બુધેલીયા
સિહોરના રાજકોટ રોડ પર આવેલ વળાવડ ફાટક તરીકે ઓળખાતા રેલવે ફાટક પાસે એક ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રેલવે ફાટકની બાજુમાં આવેલી ફાટક ચાલુ બંધ કરવાની કેબિનમાં ઘુસી હતા રેલવે વિભાગને ભારે નુકશાન થયું છે આજે બપોરના સમયે રાજકોટ તરફ જતા ટ્રક ચાલકે સિહોરના વળાવડ ફાટક પાસે પોતાના ટ્રકનો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અચાનક ટ્રક રેલવેની કેબીન સાથે ધડાકાભેર અથડાયો હતો અને જેને કારણે રેલવે વિભાગને નુકશાન થયું છે જોકે આ બનાવમાં અન્ય કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી નથી પરંતુ બનાવને લઈ રેલવે પોલીસ સ્થળ પર દોડી જઇને ધોરણ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી જોકે બનાવમાં ટ્રક ચાલક વિરોધ પોલીસ ફરિયાદ કે કાર્યવાહી થઈ છે કે કેમ તે અંગે જાણવા મળ્યું નથી અને નુકશાનીનો આંક પણ જાણી શકાયો નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here