હજારો મુસ્લિમ બિરાદરો ઝુલુસમાં જોડાયા, ઠેર-ઠેર સરબત દૂધ કોલ્ડ્રિકસ સહિતની ન્યાઝનું વિતરણ

હરેશ પવાર
સિહોર શહેરમાં ગઈકાલે રવિવારે મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરી હતી. ઈદે મિલાદ નિમિત્તે નીકળેલા જુલૂસમાં કોમી એખલાસ અને સદભાવનાનો રંગ જોવા મળ્યો હતો. જુલૂસ રૂટ પર મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર-ઠેર ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર સાહેબના જન્મ દિવસની સમગ્ર વિશ્વમાં ઈદે મિલાદ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે રવિવારે સિહોરમાં ઈદે મિલાદ નિમિત્તે વહેલી સવારે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં જઈ ફજરની નમાજ, સલાતો સલામ, સામૂહિક દુઆ અદા કરી હતી. ત્યારબાદ સવારે 8.30 કલાકે શહેરના લીલાપીર મેદાન અને ગરીબશાહ પીર એથી દર વર્ષની પરંપરા મુજબ ઈદે મિલાદનું જુલૂસ નીકળ્યું હતું. મિલાદ પાર્ટીઓ, બેન્ડ વાજા, બાઈક, રિક્ષા, કાર વગેરે આ જુલૂસ શહેરના લીલાપીર સુરકાના દરવાજા ખાટકીવાડ પ્રગતેશ્વર રોડ મેઈન બજાર મકાતનો ઢાળ જલુનોચોક ઘાંચીવાડ યકીનશાહપીર દરગાહ વગેરે રાજમાર્ગો પર ફરી લીલાપીર મેદાનમાં પૂર્ણ થયું હતું.આ જુલૂસમાં મુસ્લિમ સમાજના લોકો ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ જોડાતા સૌહાર્દ-કોમી એખલાસના દર્શન થયા હતા. જુલૂસનું આગેવાનો-રાજકીય અગ્રણીઓ દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ઝુલુસનું સિહોર કોંગ્રેસ દ્વારા સ્વાગત કરાયું હતું દરેક જગ્યાએ ન્યાઝ શરીફનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે સતત ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો. સિહોર શહેર ઉપરાંત જિલ્લામાં પણ ઈદે મિલાદની શૌન-ઓ-શૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર જુલૂસ કાઢવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here